હળદર સુંઠ ની લાડુડી by Asha Ramparia

ફ્રેન્ડ્સ, મેં અહીં ઘરે ખૂબ જ સરળતાથી બનાવી શકાય એવી આયુર્વેદિક દવા કે જે હળદર માંથી બને છે. અને આમપણ નાના બાળકો ને રાત્રે જ ખાંસી ની તકલીફ થતી હોય છે એવાં માં ઘર માંથી જ અવેલેબલ ઓસડીયા હોય તો ઘણી રાહત રહે છે. શરદી ના હોય તો પણ આ એક લાડુ બાળકો ને કે મોટેરા ને શિયાળામાં શરીર માં ગરમાટો લાવે છે અને હિમોગ્લોબીન ની માત્રા પણ વઘારે છે. આમપણ હળદર લોહી શુદ્ધ બનાવે છે અને સુંઠ ગરમ પ્રકૃતિ ની હોય અત્યાર ની પરિસ્થિતિ જોતાં તો ખૂબ જ ઉપયોગી એવી લાડુડી ચોક્કસ બનાવવી જોઈએ.
સામગ્રી:-
૨ ચમચી હળદર
૧ ચમચી છીણેલો ગોળ
૧ ચમચી મઘ
૧ ચમચી સુંઠ
૧ ચમચી શુદ્ધ ઘી
બનાવવાની રીત:-
સૌપ્રથમ એક બાઉલમાં બઘાં જ ઈનગ્રીડિયન્ટસ્ લઈ હાથે થી સરસ મિક્સ કરી લઈ તેમાંથી નાની -નાની લાડુડી બનાવી ને એર ટાઈટ ડબ્બી માં ભરી લેવી.આ લાડુડી મોંમાં રાખી ને ચૂસવા થી ખાંસી માં રાહત થશે તેમજ ઘીમે ઘીમે કફ પણ છુટો પડશે અને શરદી જલ્દી પાકી જઈ આરામ મળશે.

Comments

Popular Posts