ગુલકંદ ફિરની | Gulkand Firni
હોળી આવી રહી છે તો એના માટે એકદમ ખાસ વાનગી શેર કરી રહ્યો છું. આ હોળી પર જરૂર બનાવજો. ઘણા લોકો ફિરની ને ખીર સાથે સરખાવતાં હોય છે પણ બંને અલગ છે. અત્યારે હું જે ફીરની ની રેસીપી શેર કરી રહ્યો છું એમાં ગુલાબ નું ફ્લેવર છે, તમે અવનવી ફ્લેવર આપી ફિરની બનાવી સકો.
સામગ્રી
૫૦૦ મીલી દૂધ
૧/૪ કપ ૩ કલાક પલાળેલા ચોખા
૧/૪ કપ ગુલકંદ
૨ ચમચી રોઝ સીરપ
૧ ચમચી ઇલાયચી પાઉડર
૪ ચમચી ખાંડ
પિસ્તા ની કતરણ સજાવટ માટે
સૌ પ્રથમ પલાળેલા ચોખા ને મિક્સર માં અધકચરા પીસી લેવા, હવે એક પેન લઈ એમાં દૂધ ઉમેરી ઉકળવા દો.
દૂધ ઉકળે એટલે એમાં ચોખા ઉમેરી મિક્સ કરો, ધીમા તાપે સતત હલાવતા રહી ઉકળવા દેવું.
ચોખા સરખા રંધાય જાય એટલે એમાં ગુલકંદ ઉમેરી મિક્સ કરો, હવે એમાં ખાંડ અને ઇલાયચી પાઉડર ઉમેરી મિક્સ કરી લો, ગેસ બંધ કરી રોઝ સીરપ ઉમેરી મિક્સ કરી લો, ફિરની ને ઠંડી કરી પિસ્તા થી સજાવી સર્વ કરો.

Comments
Post a Comment