બ્લૂ કોરાસો લેમોનેડ | Blue Curacao Lemonade

આપણે મોટે ભાગે ડ્રિંક નું સીરપ બહાર થી લાવતા હોઈએ પણ હું અહી ડ્રિંક સાથે સીરપ ની રેસીપી પણ શેર કરું છું.

Ingredients

સીરપ માટે
૧ કપ ખાંડ
૨ નારંગી
૧ કપ.પાણી
૨ ટીપા ભૂરો જેલ કલર
૧ લીંબુ નો રસ
લમોનેડ માટે
ટુકડા ૧ લીંબુ ના
૨ ચમચી બનાવેલ સીરપ
૩-૪ ફુદીના ના પાન
સોડા વોટર
બરફ


સીરપ માટે સૌ પ્રથમ એક પેન માં ખાંડ અને પાણી ઉમેરી ઉકાળો.
 
હવે એમાં બે નારંગી ની છાલ છીણી લઈ થોડી વાર ઉકાળો, હવે એમાં એક લીંબુ નો રસ ઉમેરી ગેસ બંધ કરો. ચાસણી તૈયાર કરવા ની લગભગ એક તાર ની.
 
હવે એમાં ભૂરો રંગ ઉમેરી મિક્સ કરી ઠંડુ કરી લો.
 
લમોનેડ માટે એક ગ્લાસ માં લીંબુ ના ટુકડા ઉમેરો. હવે એમાં ફુદીનો ઉમેરી એને થોડું દબાવી લો. હવે એમાં બરફ ઉમેરો. એમાં ૨ ચમચી બનાવેલ સીરપ ઉમેરી લો. સોડા વોટર ઉમેરી મિક્સ કરો અને ફુદીના થી ગાર્નિશ કરી સર્વ કરો.

Comments