ચીઝ કોન્ પાલક બેકડ ખીચડી | Cheese Corn Palak Baked Khichadi

આ એકદમ અલગ અને એકદમ જોરદાર કોમ્બિનેશન વાડી ખીચડી, બધુ કુક હોવા છતાં બેક કરવાથી આ વાનગીમા ખુબ સરસ ટેસ્ટ આવે છે.

Ingredients

૧ કપ ચોખા
૧ કપ ચણાદાળ
૩ ચમચી‌ધી
૧ ડુંગળી
૧ ચમચી આદુ-લસણની પેસ્ટ
1 કપ સમારેલી પાલખ
૧ ચમચી હળદર
૧ ચમચી ધાણા પાવડર
૧ ચમચી લીલા મરચાની પેસ્ટ
૧/૨ ચમચી મરી પાવડર
૧/૨ ચમચી ચીલી ફ્લેક્સ
૧ કપ બાફેલી મકાઈના દાણા
૨ ચમચી બટર
૧/૨ કપ પ્રોસેસ ચીઝ



કોનૅ પાલક બેકડ ખીચડી બનાવવા માટે, એક કપ ચોખા અને એક કપ ચણાની દાળ ને કુકર ની અંદર બાફી લો (થોડું વધુ પાણી એડ કરી લચકા પડતું બાફવુ).

હવે એક પેન ની અંદર ઘી લઈ તેમાં જીરું એડ કરવું, જીરું તતડે એટલે તેની
અંદર સમારેલી ડુંગળી-1 નંગ એડ કરવી, ડુંગળી સંતળાઈ જાય એટલે તેની અંદર એક ચમચી આદુ અને લસણ ની પેસ્ટ એડ કરવી,

હવે તેમાં કાપેલી પાલક ૧ કપ ઉમેરવી, પાલક સંતળાઈ જાય એટલે તેની અંદર સ્વાદ પ્રમાણે મીઠું, લીલા મરચા ની પેસ્ટ, હળદર અને ધાણા પાઉડર, મરી પાવડર એડ કરવા, એક કપ બાફેલી મકાઈના દાણા એડ કરવા, તેમાં ત્રણ ચમચી પાણી એડ કરી મિક્સ કરી લેવુ. હવે એક બેક ડીશ ને બટર થી ગ્રીસ કરી, તેમાં બાફેલી ચોખા અને દાળ નું લેયર કરવું, હવે તેની ઉપર તૈયાર કરેલ સબજીનુ‌ લેયર કરવું, આ રીતે બીજા લેયર કરી લેવા, સૌથી ઉપર અડધો કપ ચીઝ એડ કરી, ઉપર ચીલી ફ્લેક્સ ભભરાવી લેવા, ઓવન ની અંદર ૧૮૦ ડિગ્રી પર 10 મિનિટ માટે બેક કરવું.

ઓવનમાં ના કરવું હોય તો બધી પ્રોસેસ એક પેનમાં જ કરી સિંગલ સર્વિંગ પણ કરી શકાય. #ખીચડી

Comments