ચોકોલેટ કેક | Chocolate Cake | Egg less Cake Recipe

અંડા વગર ની કેક પણ એકદમ સોફ્ટ અને ટેસ્ટી બનશે. બધા સ્ટેપ ધ્યાનથી ફોલોવ કરજો, શ્રેષ્ઠ રિઝલ્ટ મળશે. ડેકોરેશન તમે તમારી ઈચ્છા મુજબ કરી શકો છો.

Ingredients

1 કપ મેંદો
1 કપ દળેલી ખાંડ
1/2 કપ દહીં
1 ટેબલ સ્પૂન કોર્ન ફ્લોર
1 ચમચી બેકિંગ પાવડર
1 ચમચી બેકિંગ સોડા
4 ટેબલ સ્પૂન કોકો પાવડર
1 ચમચી કોફી પાવડર
ચપટી મીઠું
1/3 કપ તેલ
1/2 કપ દૂધ
1 ચમચી વેનીલા એસેન્સ
1 ચમચી વિનેગર


દૂધ ને થોડું ગરમ કરી એમાં કોફી ઉમેરી મિક્સ કરી લો.

બધા ડ્રાય ઇન્ગ્રેડિએન્ટ્સ ને એક પાત્ર માં ચાળી લો.
 
હવે બીજા વાસણ માં દહીં, તેલ, ખાંડ ને લઇ બરાબર ફેંટી લો, એમાં કોફી નું મિક્સચર ઉમેરો, એસેન્સ ઉમેરી મિક્સ કરો.
 
હવે ચાળેલો ફ્લોર ઉમેરી ધીમે થી મિક્સ કરી લો, એમાં વિનેગર ઉમેરી બધું મિક્સ કરી બેટર તૈયાર કરો.
 
બેટર ને ગ્રીસ કરેલા ટીન માં કાઢી, ટેપ કરી 180 ડિગ્રી સેન્ટિગ્રેડ પર 30-35 મીન બેક કરવું.
 
કેક ઠંડી થાય પછી મન ગમતા આઈસીંગ થી ડેકોરેટ કરવી, મેં અહીં ગનાશ નો ઉપયોગ કર્યો છે.

Comments