ક્રીમ રોલ | Cream Roll

આ વાનગી તો હું ભાર મૂકી ને કહીશ કે જરૂર બનાવજો, એકદમ ફટાફટ બની જાય અને સ્વાદ માં લાજવાબ. આ વાનગી માં તમે ઘર ની મલાઈ પણ ઉપયોગ માં લઇ શકો.

Ingredients

૨ બ્રેડ ની સ્લાઈસ
૧/૪ કપ ક્રીમ
૩ ચમચી ખાંડ
૩ ચમચી મિલ્ક પાવડર
ચપટી એલચી પાવડર
૩ ચમચી કાજુ બદામ પિસ્તા નો ભૂકો
૧ સમારેલું અંજીર
ગુલાબ ની પાંખડી
પિસ્તા ની કતરણ


સૌ પ્રથમ એક પેન માં ક્રીમ અને મિલ્ક પાઉડર મિક્સ કરી ગેસ પર ગરમ કરવા મૂકવું, એમાં એલચી પાવડર અને ખાંડ ઉમેરવા, થોડું ઘટ્ટ થાય એટલે ગેસ બંધ કરી ઠંડુ કરવું

હવે બ્રેડ ની સ્લાઈસ ને બરાબર વણી લેવું, હવે એમાં કાજુ બદામ પિસ્તા નો ભૂકો, અને અંજીર મૂકી રોલ વાળી લઈ, બનાવેલ ક્રીમ ના મિશ્રણ માં ડીપ કરો.

Comments