દહીંથરા | Dahithara

એકદમ પારંપરિક વાનગી જેનું  દક્ષિણ ગુજરાત માં હોળી દરમિયાન ખૂબ  વેચાણ થાય છે.

Ingredients


૧ કપ મેંદો
૩/૪ કપ ઘી
૨ ચમચી રવો
૨ ચમચી દહીં
ચપટી હળદર
મીઠુ સ્વાદ મુજબ
૧/૨ ચમચી મરી પાઉડર (ઓપ્શનલ)
તેલ તળવા માટે


સૌ પ્રથમ ઘી ગરમ કરી લેવું, હવે એક વાસણમાં મેંદો લઈ એમાં, મીઠુ, હળદર, મરી પાઉડર, ઉમેરી મિક્સ કરવું, હવે એમાં રવો ઉમેરો અને મિક્સ કરો, હવે એમાં હુંફાળું ગરમ ઘી ઉમેરો, અને મિક્સ કરો, દહીં ઉમેરો બધું મિક્સ કરી લો.

હવે એને ૧૦ મિનીટ રેસ્ટ આપો. હવે એના બોલ બનાવી થોડા દબાવી, વચ્ચે અંગૂઠા થી દબાવી દો, એને સાધારણ ગરમ તેલ માં ખૂબ ધીમા તાપે તળી લો.

એને શ્રીખંડ સાથે સર્વ કરો.

નોંધ:
મીઠુ, હળદર અને મરી પાવડર વગર પણ ઘણા લોકો બનાવે છે.
ધીમા તાપે જ તળવું અને તળાય ગયા પછી એકપર એક મુકવી જેથી સરસ સીજાય જસે.

Comments