દાલ બંજારા | Dal Banjara

બહુ જ ટેસ્ટી એવી દાલ છે, એને લંગર વાલી દાલ પણ કહેવાય છે, રોટલી અને રાઈસ બંને સાથે સરસ લાગશે.

Ingredients

1/2 કપ અડદની દાળ
1/2 કપ ચણાની દાળ
1/2 કપ દેશી ચણા
3 ચમચી ઘી
5 ચમચી તેલ
2 ચમચી લાલ મરચું પાવડર
1 ચમચી હળદર
1 ચમચી ધાણા પાવડર
1 ચમચી જીરૂ પાઉડર
1 ચમચી ગરમ મસાલો
2 ચમચી લસણ આદુની પેસ્ટ
1 ચમચી કસુરી મેથી
1 ઝીણી સમારેલી ડુંગળી
1 ઝીણું સમારેલું ટામેટું
1 તજનો ટુકડો
2 તમાલપત્ર
3 લવિંગ
2 સુકા લાલ મરચા
કોથમીર સજાવટ માટે
મીઠું સ્વાદ મુજબ
પાણી જરૂર મુજબ





દાલ બંજારા બનાવવા માટે

અડધો કપ અડદની દાળ ચણાની દાળ અને અડધો કપ દેશી ચણા આખી રાત પાણીમાં પલાળી મૂકવા
બીજે દિવસે પ્રેશરકુકરમાં ત્રણે દાળને ચાર સીટી વગાડી બાકી લેવા

હવે એક પેનમાં ૩ ચમચી ઘી અને બે ચમચી તેલ લઈ ગરમ કરો, તેમાં એક તજનો ટુકડો એક તમાલપત્ર અને ત્રણ લવીગ ને એડ કરો, તેમાં એક ચમચી જીરું એડ કરી તતડવા દો, હવે તેમાં ૧ નંગ સમારેલી ડુંગળી એડ કરી સાંતળો, સંતળાઈ જાય એટલે તેમાં ૨ ચમચી આદુ અને લસણ ની પેસ્ટ ઉમેરવી, આદુ અને લસણની પેસ્ટ થોડીવાર સાંતળી તેની અંદર સમારેલું ટામેટું એક નંગ એડ કરો
  
હવે તેમાં ધાણા જીરું હળદર લાલ મરચું પાવડર જીરૂં પાવડર અને મીઠું એડ કરો, બધું બરાબર મિક્સ કરી સાંતળો, હવે તેમાં બાફીને ક્રશ કરેલી દાળ એડ કરો (જો આખી દાળ પસંદ હોય તો ડાયરેક્ટ પણ એડ કરી શકો છો), જરૂર મુજબ પાણી એડ કરી પાચ થી સાત મિનિટ માટે ઉકાળો, હવે તેમાં એક ચમચી ગરમ મસાલો અને કસુરી મેથી એડ કરી મિક્સ કરો, ગેસ બંધ કરી તેમાં અડધા લીંબુનો રસ એડ કરો, હવે વઘારમાટે એક વઘારમાં બે ચમચી તેલ લઈ, તેમાં એક ચમચી જીરું, પાંચથી સાત કડી પત્તા, ૨ નંગ સુકા લાલ મરચા, અને અડધી ચમચી લાલ મરચું પાઉડર એડ કરી તરત જ દાળ પર

Comments