ફ્યુઝન ઈદડા વીથ મેંગો ડીલાઈટ | Fusion Idada with Mango Delight

આ દક્ષિણ ગુજરાતનું ફેમસ કોમ્બિનેશન રસ અને સફેદ ઈદડા મા થોડો નવો ટ્વિસ્ટ આપી એકદમ મજેદાર એવી ડિશ તૈયાર કરી છે.

Ingredients

૨ કપ સફૅદ ઈદડા ખીરૂ
૧ ચમચી લાલ મરચું પાઉડર
મીઠું સ્વાદાનુસાર
ચપટી હ‌ળદર‌
૧ ચમચી ફુટસોલ્ટ
૨ ચમચી આદુ પેસ્ટ
૨ ચમચી લીલાં મરચાં પેસ્ટ
૧ કપ કેરી નોરસ
૧ કપ ક્રીમ
સુગર ડૅકોરેશન
લીલી ચટણી
ટામેટા ની ચીરી
મરી પાવડર જરૂર મુજબ
ચીકી નો ભૂકો





પહેલા ખિરાને બે ભાગ માં વહેંચવા, એક ભાગ માં હળદર, મીઠું લાલ મરચું, આદુની પેસ્ટ નાખી મિક્સ કરી લેવું. હવે બીજા બાઉલમાં લીલા મરચાની પેસ્ટ આદુની પેસ્ટ મીઠું નાખી મિક્સ કરી લેવું, બંને બેટર માં ફ્રુટ સોલ્ટ નાખવો, હવે સફેદ કલરના બેટર ને ઢોકળાની ડિશમાં પાથરી પાંચ મિનિટ સ્ટીમ કરી લેવું. તેની ઉપર યલો બેટર પાથરી દસ મિનિટ સ્ટિમ કરી લેવું. તૈયાર કરેલ ઢોકળાને રાઉન્ડ કટરથી કટ કરી લેવા. હવે અન્ય એક બાઉલમાં કેરીનો રસ ક્રિમ અને ખાંડ મિક્સ કરવા

હવે એક ડીશમાં તૈયાર કરેલ ઢોકળા મૂકી મેંગો મિક્સર રેડવું, તેના પર મરી પાઉડર ભભરાવો હવે ટામેટા ની ચટણી અને લીલી ચટણી થી સજાવટ કરો, સાથે થોડો ચીકી નો ભૂકો અને સુગર ડેકોરેશનથી ગાર્નિશ કરો.

દક્ષિણ ગુજરાતનું ફેમસ કોમ્બિનેશન રસ અને ઈદડા માથી એક નવી વાનગી તૈયાર છે

Comments