ઘેવર | ઘેબર | Ghevar
થોડી પ્રેક્ટિસ આવી જાય તો ઘેવર બનાવુ સેહલું બની જાય છે. મને બહુ ભાવે પણ છે અને ઘરે બનાવુ બહુ પસંદ પણ છે, અને જો રબડી સાથે સર્વ કરો તો તો પૂછવાનું જ શું.
સામગ્રી
૨ કપ મેંદો
૧/૨ કપ ઘી
૧/૨ કપ એકદમ ઠંડુ દૂધ
૨ બરફ ના ટુકડા
ઠંડુ પાણી જરૂર મુજબ
૧/૨ લીંબુ નો રસ
૧/૨ ચમચી ઇલાયચી પાવડર
૫-૭ તાંતણા કેસર
ચપટી પીળો રંગ
સમારેલા કાજુ બદામ અને પીસ્તા
ઘી તળવા માટે
ચાસણી માટે
૧ કપ ખાંડ
૧/૪ કપ પાણી
સૌ પ્રથમ એક પેન માં ખાંડ અને પાણી ઉમેરી એને ઉકાળી એક તાર ની ચાસણી બનાવી લેવી.
હવે એક વાસણમાં ઘી અને બરફ લઈ બરાબર ફેંટી લેવું, હવે એમાં મેંદો ઉમેરી મિક્સ કરો, હવે એમાં ઠંડું દૂધ ઉમેરી મિક્સ કરો, હવે એમાં ધીમે ધીમે ઠંડુ પાણી ઉમેરી બરાબર મિક્સ કરતા જય પાતળું ખીરું બનાવી લો, એમાં લીંબુ નો રસ ઉમેરો. આ રીતે ખીરું તૈયાર કરવું,
ખીરું કડછી થી એક ધાર માં રેડી શકાય એટલું પાતળું રાખવું.
હવે એક ઊંડા વાસણ માં ઘી લઈ એ ગરમ થાય એટલે થોડું ઊંચે થી સતત ધાર પાડવી, થોડી ધાર પડે એટલે એક મિનીટ માટે અટકી ફરી ધાર કરવી, હવે ગેસ ધીમો કરી ધેવર ને આછો ગુલાબી કરીલો, હવે બનાવેલ ઘેવર્ ને ચાસણી માં બોળી એક જાળી પર મૂકી થોડી વાર રહેવા દો. હવે એના પર ઇલાયચી પાઉડર અને કાપેલા કાજુ બદામ પિસ્તા થી સજાવી પીરસો.
નોંધ: જે સાઇઝ ના ઘેવર બનાવવા હોય એ માપ નું જ ઊંડું વાસણ લેવું, અથવા ઘેવર ની રીંગ હોય તો એ લેવી.
તડતી વખતે વાસણ માં અડધું જ ઘી ભરવું, આખું ભરવું નહિ.
કેવડા જલ પણ ઉમેરી સકો.
ઘેવર રબડી જોડે પણ બહુ સ્વાદિષ્ટ લાગે છે.
ખીરું ઠંડુ હોવું જરૂરી છે.
તળવા માટે તેલ કે ઘી કોઈ પણ અથવા મિક્સ લઈ સકો છો.

Comments
Post a Comment