ગુલાબ જાંબુ | Gulab Jamun
એવું લગભગ જ કોઈ હસે જેને ગુલાબ જાંબુ ના ભાવતાં હોય, મને તો બહુ ભાવે, અને જ્યારે પણ મીઠાઈ ની વાતો કરીએ ત્યારે ગુલાબ જાંબુ નું નામ લેવું જ પડે.
ગુલાબ, કેસર, એલચી આ બધી જોરદાર ફ્લેવર હોય, રંગ રૂપ અને અરોમા બધું જ છે આ વાનગી માં માવા થી પણ બને, મિલ્ક પાવડર થી પણ, હવે તો રવો, બ્રેડ, અને વિવિધ રીતે બને છે. અને ઇન્સ્ટન્ટ મિક્સ આવે એના થી પણ બની જાય, અહી મિલ્ક પાવડર નો ઉપયોગ કરી ને બનાવ્યા છે.
૧ ચમચી રવો
૨ ચમચી મેંદો
૧ ચમચી ચોખ્ખું ઘી
ચપટી બેકિંગ સોડા
૨-૩ ટીપા લીંબૂ નો રસ
૧/૮ ચમચી એલચી પાઉડર
૫-૭ કેસર ના તાંતણા
૧/૪ ચમચી ગુલાબ જળ
૧ કપ ખાંડ
૧ કપ પાણી
ચપટી મીઠું
ઘી તળવા માટે
ગુલાબ ની પાંખડી
પેહલા એક તપેલી માં ખાંડ અને પાણી ઉમેરી એને ઉકળવા દો, ખાંડ ઓગળે એટલે એમાં કેસર, એલચી પાવડર અને ગુલાબ જલ ઉમેરવું, થોડું ઉકળે એટલે એમાં લીંબુ નો રસ ઉમેરી મિક્સ કરી ગેસ બંધ કરવો.
હવે એક વાસણમાં મિલ્ક પાવડર, મેંદો, રવો, બેકિંગ સોડા, મીઠુ ઉમેરી મિક્સ કરી લો. હવે દૂધ ઉમેરી નરમ કણક તૈયાર કરો, એને થોડું ઘી લઈ બરાબર મસળી લો.
હવે લુઆ માંથી નાના બોલ બનાવી લો, એને સાધારણ ગરમ ઘી માં ઉમેરી તળી લો, ત્યાર બાદ ગરમ ચાસણી માં ઉમેરી રહવા દો. હવે એને ગુલાબ ની પાંખડી થી સજાવી સર્વ કરો.
નોંધ: ગુલાબ જળ થીજ એનો અસ્સલ સ્વાદ આવે છે.
દેસી ગુલાબ ની પાંખડી પણ ઉમેરી શકાય.
ઘી માં જ ફ્રાય કરવું તો જ એનો સ્વાદ સારો આવે.
ચાસણી વધુ ઘટ્ટ નહિ કરવી, અને વધુ પાતળી પણ નહિ રાખવી,
ધીમા તાપે જ તળવા થી એ અંદર સુધી કુક થશે અને કલર પણ એક સરખો આવશે.
આવીજ બીજી રેસીપી ની રીત માટે આજે જ લાઈક કરો મારું પેજ.

Ingredients
૧/૨ કપ મિલ્ક પાવડર૧ ચમચી રવો

Comments
Post a Comment