જીરા બિસ્કીટ | Jeera Biscuits

આ બિસ્કીટ નો સ્વાદ પાર્લે ની ક્રેક જેક જેવો જ અને એના થી પણ સારો આવે છે. ઘરે બનાવેલી બિસ્કિટ એકદમ શુદ્ધ અને સ્વાદિષ્ટ હોય છે, અને ખુબ ઓછા ખર્ચ માં બની જાય છે.

Ingredients

૧ કપ મેંદો
૧/૨ કપ બટર
૧/૪ કપ દળેલી ખાંડ
૧ મોટી ચમચી શેકેલું જીરું
૧/૨ ચમચી મીઠુ

પેહલા બટર અને ખાંડ ને બરાબર મિક્સ કરી લો એટલે એકદમ હલકું અને સફેદ થાય ત્યાં સુધી. (વ્હિસ્ક થી ફેટવું).

હવે તેમાં મીઠુ ઉમેરીને મિક્સ કરો, તેમાં સેકીને અધકચરું કરેલું જીરું ઉમેરો, તેમાં ચાળેલો મેંદો ઉમેરી બધું મિક્સ કરી કણક બનાવો.

હવે તેને વણી લઈ ઉપર જીરું ભભરાવી થોડું દબાવી ગમતા આકાર માં કાપી ઉપર કાણા પાડી લો.

પ્રી હિટ કરેલા ઓવન માં ૧૬૦ ડિગ્રી સે પર ૧૫ મિનીટ બેક કરવું.

નોંધ: કણક બનાવતા જરૂર લાગે તો ૧-૨ ચમચી દૂધ ઉમેરવું.

કણક ને વણતી વખતે બે પ્લાસ્ટિક શીટ કે બટર પેપર નો ઉપયોગ કરવો.

રેસીપી ગમે તો શેર જરૂર કરજો.

Comments