કેળા મેથી ના ભજીયા | Kela Methi Bhajiya | Banana Fritters
પાકા કેળા અને ફ્રેશ મેથીની ભાજી માંથી બનતા આ ભજીયા દક્ષિણ ગુજરાત ની શાન છે. લગભગ દરેક લગ્ન પ્રસંગો માં હોય જ છે. કેળાની મીઠાસ, મેથીની કડવાસ, સૂકા ધાણા અને મરી નો સ્વાદ આ કેળાની ઓળખ છે.
સામગ્રી
૨ પાકા કેળા
૧ કપ સમારેલી મેથી ની ભાજી
૧ કપ બેસન
૨ ચમચી ચોખા નો લોટ
૨ ચમચી ખાંડ
૧ ચમચી આદુ ની પેસ્ટ
૧ ચમચી સમારેલા લીલા મરચાં
૧/૪ ચમચી હળદર
૨ ચમચી લાલ મરચું પાવડર
૨ ચમચી મરી પાવડર
૨ ચમચી છુંદેલા સૂકા ધાણા
૨ ચમચી કોથમીર
મીઠુ સ્વાદાનુસાર
પાણી જરૂર મુજબ
તેલ તળવા માટે
સૌ પ્રથમ એક વાસણ માં પાકા કેળા લઈ એને મેષ કરી લો, હવે એમાં ખાંડ, મરી પાઉડર, સૂકા ધાણા, આદુ, મરચા, લાલ મરચું પાવડર, હળદર, ઉમેરી મિક્સ કરો,હવે એમાં બેસન અને ચોખાનો લોટ ઉમેરી દો, ત્યારબાદ તેમાં મેથી ની ભાજી અને કોથમીર તથા મીઠુ ઉમેરી બધું બરાબર મિક્સ કરો. હવે જરૂર મુજબ પાણી ઉમેરી હાથ થી ઉતારી શકાય એવું ખીરું તૈયાર કરો.
ખીરા માં ૨ ચમચી ગરમ તેલ ઉમેરી મિક્સ કરો. હવે ગરમ તેલ માં ભજીયા ઉતારી ગરમ ગરમ સર્વ કરો.
નોંધ: આ ભજીયા માં મરી નું પ્રમાણ થોડું આગળ પડતું રાખવું.
બને ત્યાં સુધી ફ્રેશ મેથી નો જ ઉપયોગ કરવો, પણ માં હોય તો કસુરી મેથી વાપરી શકાય

Comments
Post a Comment