મગસ - મગજ | Magas Traditional Gujarati Sweet

દક્ષિણ ગુજરાત ના દરેક ઘરો માં બનતી પારંપરિક મીઠાઈ એટલે મગસ. મગસ બનાવવા ખાસ ધીરજ જોઈએ, કારણ કે જેટલો સારો લોટ સેકાયો હસે એટલો સારો મગસ બનશે.

સામગ્રી
૨૦૦ ગ્રામ ચણા નો કરકરો લોટ
૨૦૦ ગ્રામ ઘી
૨૦૦ ગ્રામ દળેલી ખાંડ (ઓછી કરી શકાય)
૨ ચમચી ઇલાયચી પાવડર
૧ ચમચી ચારોળી
૨-૩ ચમચી બદામ, પિસ્તા ની કતરણ
ગુલાબ ની પાંખડી સજાવટ માટે


સૌ પ્રથમ એક પેન માં ઘી લઈ એને ગરમ કરો, હવે ચણા નો લોટ ઉમેરી એકદમ ધીમા તાપે એને સેકો.

ધીમે ધીમે શેકતા જવું, જ્યારે એમાં થી સરસ અરોમા આવે અને થોડો રંગ બદલાય એટલે ગેસ બંધ કરી થોડી વાર હલાવતા રેહવું.

હવે એમાં ઇલાયચી પાઉડર ઉમેરી મિક્સ કરો. મિક્સર ને ફક્ત ૫ મિનીટ બાજુ રાખી પછી એમાં દળેલી ખાંડ ઉમેરી દઈ બરાબર મિક્સ કરી લેવું.

મિશ્રણ ને ગ્રીસ કરેલી ટ્રે માં પાથરી, ઉપર ચારોળી, બદામ અને પીસ્તા ઉમેરી દબાવી ૪-૫ કલાક બાજુ એ રાખવું.

હવે એને કાપા કરી, ગુલાબ ની પાંખડી સાથે સજાવી પીરસો.

નોંધ: લોટ શેકવા માં ઉતાવળ કરવી નહિ.

ખાંડ મગસ ગરમ હોય ત્યારેજ ભેગવી.

ટ્રે માં મગસ ઉમેરી ટ્રે ની થપથપાવી એટલે બધું ઘી ઉપર આવી જસે.

મગસ બનાવે ત્યારે દૂધ અને ઘી નો ધાવો નથી અપાતો, મોહનથાળ માં આપવો પડે.

Comments