મૂંગ દાલ પરાઠા | Moong Dal Paratha
રૂટિન સામગ્રી માંથીજ બની જતી વાનગી, એકદમ ટેસ્ટી એવા પરાઠા, આજ રીતે તમે બીજા ઘણા બધા કઠોળ ના પરાઠા બનાવી શકો છો. દહીં સાથે આ પરાઠા ખાવાની ખુબ મજા આવે છે.
Ingredients
2 સર્વિંગ્સ
૧ કપ બાફેલી મગ ની દાળ
૧ નંગ બારીક સમારેલી ડુંગળી
5-7 ફુદીના ના પાન
૨ ચમચી સમારેલી કોથમીર
૧ ચમચી આદુ ની પેસ્ટ
૨ ચમચી લાલ મરચું પાવડર
૧ ચમચી ધાણા જીરું પાવડર
૧/૨ ચમચી ગરમ મસાલો
૧/૨ ચમચી ચાટ,મસાલો
૧/૨ લીંબુ નો રસ
૨ સમારેલા લીલા મરચા
ચપટી હળદર
૧ ચમચી જીરું
મીઠું સંવાદ અનુસાર
બાંધેલી પરાઠા ની કણક
ઘી શેકવા માટે
દહીં સર્વે કરવા
દહીં સર્વે કરવા
સૌ પ્રથમ મગ ની દાળ ને દાણો છુટ્ટો રહે એ રીતે હળદર ઉમેરી બાફી લેવી.
હવે એક વાસણ માં, બાફેલી મગ ની દાળ લઇ તેમાં એક નંગ બારીક સમારેલી ડુંગળી, જીરું, ધાણા જીરું પાવડર, ચાટ મસાલો, લાલ મરચું પાવડર, મીઠું, ગરમ મસાલો, અને આદુ ઉમેરો,
બરાબર મિક્સ કરી તેમાં ફુદીનો, કોથમીર, સમારેલા લીલા મરચા, લીંબુ નો રસ ઉમેરી બધું મિક્સ કરી લો.
હવે પરાઠા ના બાંધેલા લોટ માં એનું સ્ટફિંગ કરી બરાબર વણી લઇ, ઘી સાથે બરાબર સેકી લેવું, એને દહીં સાથે સર્વ કરવું.



Comments
Post a Comment