પનીર ભૂર્જી | Paneer Bhurji

આમતો ઘણી રીતે બને, પરંતુ મને ઓછા તેલ કે બટર માં બનેલું પનીર ભૂરજી બહુ ભાવે. બીજા પંજાબી સબ્જી માં નીકળતું તેલ સારું લાગે પણ પનીર ભુરજી તો ક્રીમી હોય એ જ જોરદાર લાગે.

Ingredients

૨ મોટી ડુંગળી ઝીણી સમારેલી
૧ નાનું કેપ્સીકમ ઝીણું સમારેલું
૪ ટામેટા ની પ્યુરી
૨ ચમચી બટર
૨ ચમચી તેલ
૧ ચમચી કસુરી મેથી
૧/૨ ચમચી લસણ ની પેસ્ટ
૧/૨ ચમચી આદુ ની પેસ્ટ
૧/૨ ચમચી લીલા મરચાં ની પેસ્ટ
ચપટી હળદર
૧ ચમચી ધાણજીરૂ
૨ ચમચી લાલ મરચું પાવડર
૧/૨ ચમચી ગરમ મસાલો
૧ તમાલ પત્ર
૧ ચમચી કોથમીર
૧૫૦ ગ્રામ છીણેલું પનીર
૨ ઇલાયચી
ટુકડો ૧ નાનો તજ નો
૧/૪ કપ ક્રીમ
મીઠુ સ્વદાનુસાર






સૌ પ્રથમ પેન માં તેલ અને બટર લઈ ગરમ થાય એટલે એમાં ખડા મસાલા અને લસણ આદુ ની પેસ્ટ ઉમેરો. થોડી વાર સાંતળી લો.

હવે એમાં લીલા મરચા ની પેસ્ટ ઉમેરો, હવે એમાં સમારેલી ડૂંગળી ઉમેરી થોડી બદામી થાય ત્યાં સુધી સાંતળો, હવે એમાં સમારેલું કેપ્સીકમ ઉમેરી થોડી વાર સાંતળવું.
હવે ટામેટા ની પેસ્ટ ઉમેરી,બધા મસાલો ઉમેરી મિક્સ કરો, મિશ્રણ બધું બરાબર ડ્રાય થાય ત્યાં સુધી સાંતળો (ખૂબ જરૂરી) હવે એમાં પાણી ઉમેરી બધું મિક્સ કરી લો.
હવે સ્વાદ મુજબ મીઠું ઉમેરી લો. હવે ક્રીમ ઉમેરી મિક્સ કરી લો, સાથે છીણેલું પનીર ઉમેરી મિક્સ કરો, હવે કોથમીર ઉમેરી મિક્સ કરી સર્વ કરો.

Comments