રાજમા ચાવલ | Rajma Chawal

રાજમાં ચાવલ બધાનેજ ખુબ પ્રિય હોય, અને આપણે બહાર કે ઢાબા  પાર ખાઈએ ત્યારે ખાસ મંગાવતા હોઈએ છે. અહીં જે રેસીપી છે એવી રીતે બનાવશો તો બહાર કરતા પણ સ્વાદિષ્ટ બનશે.

Ingredients

1 તજ
3 લવિંગ
1 કાળી ઈલાયચી
1 તમાલપત્ર
2 ચમચી જીરું
3 ચમચી ઘી
2 ચમચી બટર
1 સમારેલી ડુંગળી
1 ચમચી આદુ અને લસણ ની પેસ્ટ
1 ચમચી ધાણા જીરું પાવડર
1/2 ચમચી મરી પાવડર
1 ચમચી ગરમ મસાલો
1/2 ચમચી હળદર
3 ટામેટા નો પલ્પ
2 ચમચી લાલ મરચું પાવડર
સ્વાદ પ્રમાણે મીઠું
1/2 લીંબુ નો રસ
રાંધેલા ચાવલ
2 ચમચી કોથમીર



રાજમા બનવા માટે સૌ પ્રથમ રાજમા ને 6-8 કલાક પાણી માં પલાળવા

ત્યારબાદ રાજમા ને 1 તજ, 3 લવિંગ, 1 કાળી ઈલાયચી, 1 તમાલપત્ર, ઉમેરી પ્રેસર કુક કરી લેવા.

હવે તેમાંથી ખડા મસાલા કાઢી લેવા

એક પેન માં 2 ચમચી બટર અને 3 ચમચી ઘી ગરમ કરી તેમાં જીરું તતડાવો,તેમાં સમારેલી ડુંગળી ઉમેરી બરાબર સાંતળો
  
ડુંગળી થોડી બ્રાઉન થાય એટલે એને આદુ અને લસણ ની પેસ્ટ ઉમેરો, બરાબર સાંતળી લો

હવે તેમાં હળદર, ધાણા જીરું પાવડર, મરી પાવડર, લાલ મરચું પાવડર, ગરમ મસાલો, ઉમેરી સાંતળો

હવે તેમાં ટામેટા નો પલ્પ ઉમેરો, સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરો, ટમેટો નું મિક્ષર ડ્રાય થાય ત્યાં સુધી સાંતળો,

હવે તેમાં બાફેલા રાજમા નું પાણી ઉમેરો એન્ડ મિક્સ કરો, બાફેલા રાજમા ઉમેરી પેન ને ઢાંકણ ઢાંકી 5-6 મિનિટ કુક કરી લો, એમાં સમારેલી કોથમીર ઉમેરો ઉપર થોડું બટર ઉમેરો.લાસ્ટ માં થોડો લીંબુ નો રસ ઉમેરી રાંધેલા ચાવલ સાથે સર્વે કરો.

Comments