સેવ ખમણી | Sev Khamni
સેવ ખમણી, સુરત ની સેવ ખમણી, મઢી ની ખમણી, અમીરી સેવ ખમણ, ઘણા નામ છતાં બનાવવાની રીત પણ થોડી થોડી અલગ.
સેવ ખમણી બધા અલગ અલગ રીતે બનાવતા હોય, કોઈ બધું પેહલા બાફી લઈ ને બનાવે, તો કોઈ ખમણ બનાવી એનો ભૂકો કરી બનાવે, તો કોઈ દાળ ને વાટી ને ડાયરેક્ટ બનાવે.
અમારે બીલીમોરા માં બાબુભાઈ વોલ્ગા ની સેવ ખમણી જોરદાર હોય છે, અને મને એ સિવાય કસે ની ખમણી હજી સુધી નહિ ભાવી.
૨ મોટી ચમચી લસણ ની પેસ્ટ
૧ ચમચી આદુ ની પેસ્ટ
૨-૩ ચમચી લીલા મરચા ની પેસ્ટ
મીઠુ સ્વાદ મુજબ
દૂધ જરૂર મુજબ
રાઈ
૪ ચમચી ખાંડ
૧/૨ ચમચી હિંગ
સેવ
પ ચમચી તેલ
ચપટી હળદર
સૌ પ્રથમ એક પેન માં તેલ લઈ ગરમ કરો, એમાં રાઈ અને હિંગ ઉમેરો, હવે એમાં લસણ, આદુ ની પેસ્ટ ઉમેરી મિક્સ કરો, હવે લીલા મરચાં ની પેસ્ટ ઉમેરી સાંતળો, એમાં હળદર ઉમેરી તરત જ ક્રશ કરેલી ચણાની દાળ ની પેસ્ટ ઉમેરી સાંતળો,
ગેસ ની ફ્લેમ મિડિયમ રાખવી, હવે પા કપ દૂધ ઉમેરી મિક્સ કરી ઢાંકી ને ૩-૪ મિનીટ કુક કરવું, આજ રીતે ફરી થોડું દૂધ ઉમેરીને ઢાંકી ને કુક કરવું, આ રીતે બે થી ત્રણ વાર દૂધ ઉમેરી કુક કરવું
આ રીતે દૂધ ઉમેરી કુક કરવાથી ખમણી બહુ સારી હલકી અને ફૂલેલી થશે.
હવે એમાં સ્વાદ મુજબ મીઠું ઉમેરી મિક્સ કરી લો.
હવે ખાંડ ઉમેરી મિક્સ કરો, થોડી વાર પછી ગેસ બંધ કરી મરચા અને સેવ ભભરાવી સર્વ કરો.
નોંધ: જેમને વિરુદ્ધ આહાર થી પ્રોબ્લેમ હોય એ દૂધ ની જગ્યા એ પાણી વાપરી સકે.
દાડમ ના દાણા પણ ઉમેરી સકો.
લીલું લસણ ઉમેરવાથી પણ સ્વાદ બહુ સરસ આવે.

Ingredients
૨ કપ ચણાની દાળ ની પેસ્ટ (દાળ ને ૬-૭ કલાક પાણી માં રાખી ક્રશ કરી લેવી)૨ મોટી ચમચી લસણ ની પેસ્ટ
૧ ચમચી આદુ ની પેસ્ટ
૨-૩ ચમચી લીલા મરચા ની પેસ્ટ
મીઠુ સ્વાદ મુજબ
દૂધ જરૂર મુજબ
રાઈ
૪ ચમચી ખાંડ
૧/૨ ચમચી હિંગ
સેવ
પ ચમચી તેલ
ચપટી હળદર
સૌ પ્રથમ એક પેન માં તેલ લઈ ગરમ કરો, એમાં રાઈ અને હિંગ ઉમેરો, હવે એમાં લસણ, આદુ ની પેસ્ટ ઉમેરી મિક્સ કરો, હવે લીલા મરચાં ની પેસ્ટ ઉમેરી સાંતળો, એમાં હળદર ઉમેરી તરત જ ક્રશ કરેલી ચણાની દાળ ની પેસ્ટ ઉમેરી સાંતળો,
ગેસ ની ફ્લેમ મિડિયમ રાખવી, હવે પા કપ દૂધ ઉમેરી મિક્સ કરી ઢાંકી ને ૩-૪ મિનીટ કુક કરવું, આજ રીતે ફરી થોડું દૂધ ઉમેરીને ઢાંકી ને કુક કરવું, આ રીતે બે થી ત્રણ વાર દૂધ ઉમેરી કુક કરવું
આ રીતે દૂધ ઉમેરી કુક કરવાથી ખમણી બહુ સારી હલકી અને ફૂલેલી થશે.
હવે એમાં સ્વાદ મુજબ મીઠું ઉમેરી મિક્સ કરી લો.
હવે ખાંડ ઉમેરી મિક્સ કરો, થોડી વાર પછી ગેસ બંધ કરી મરચા અને સેવ ભભરાવી સર્વ કરો.
નોંધ: જેમને વિરુદ્ધ આહાર થી પ્રોબ્લેમ હોય એ દૂધ ની જગ્યા એ પાણી વાપરી સકે.
દાડમ ના દાણા પણ ઉમેરી સકો.
લીલું લસણ ઉમેરવાથી પણ સ્વાદ બહુ સરસ આવે.

Comments
Post a Comment