સુગર ફ્રી પેંડા | Sugar Free Penda

એકદમ ફટાફટ બની જાય, ફક્ત ૫ જ મિનીટ માં જ બની જાય એવા પેંડા, અને જે લોકો ખાંડ કે માવો નહિ ખાતા હોય એમના માટે તો બેસ્ટ.

સામગ્રી

૧ કપ દાળિયા
૧/૪ કપ ઓટ્સ (શેકેલા)
૧/૪ કપ અખરોટ
૧/૨ કપ સુગર ફ્રી પાઉડર
૧/૪ ચમચી એલચી પાઉડર
૪-૫ તાંતણા કેસર
ઘી જરૂર મુજબ


સૌ પ્રથમ એક મિક્સર જાર માં દાળિયા, ઓટ્સ અને અખરોટ લઈ એને પીસવું. હવે પીસેલા મિશ્રણ ને એક વાસણ માં લઇ એમ એલચી પાઉડર, અને કેસર ઉમેરી મિક્સ કરવું, હવે ૧ થી ૨ ચમચી ઘી ઉમેરી પેંડા નો આકાર આપવો. એને પેપર કપ માં સર્વ કરો.

નોંધ: અખરોટ ના કારણે સરસ બાઇન્ડીગ આવશે.

દેશી ગુલાબ ની પાન નો ભૂકો પણ ઉમેરી સકો, બહુજ સરસ સ્વાદ અને અરોમા આપશે.

Comments