વાલ ગ્રીન કરી | Val Green Curry

રૂટિન માં બનતું વાલ ના સાક માં એકદમ નવી જ ફ્લેવર એડ કરી મજા પડી જાય એવી સબ્જી રેડી કરી છે. આશા રાખું તમને ગમશે

Ingredients

૨ કપ બાફેલા વાલ
૧ નંગ કોપરૂ
૧/૪ કપ કોથમીર
૩-૪ લીલા મરચા
૧ ચમચી સીંગ દાણા
2 ચમચી જીરું
૨-૩ કઢી લીમડા ના પાન
૩ ચમચી તેલ
૧/૨ ચમચી અજમો
ટુકડો ૧ આદુ નો
૧/૨ ચમચી હળદર
૧/૨ ચમચી ધાણા પાવડર
મીઠું સ્વાદ મુજબ
૧/૨ લીંબુ નો રસ


સૌ પ્રથમ વાલ ને પલાળી પ્રેસર કૂક કરી લો.
  
હવે મિક્ષર જાર માં ૧ કોપરા ના ટુકડા, ૧/૪ કપ કોથમીર, ૩-૪ લીલા મરચા, ૧ આદુ નો ટુકડો, ૧ ચમચી સીંગ દાણા, ૧/૨ ચમચી જીરું, ૨-૩ કઢી લીમડા ના પાન ઉમેરી, જરૂર મુજબ પાણી ઉમેરી પેસ્ટ બનાવી લો.
  
હવે પેન માં ૩ ચમચી તેલ લઇ તેમાં જીરું ઉમેરી સાંતળો, તેમાં ૧/૨ ચમચી અજમો ઉમેરો, તેમાં તૈયાર કરેલ પેસ્ટ ઉમેરી ધીમા તાપે ૩-૪ મીન સાંતળો

તેમાં થોડું હળદર, ધાણા પાવડર, મીઠું, ઉમેરી મિક્સ કરો, ૧/૨ કપ પાણી ઉમેરી બાફેલા વાલ ઉમેરી મિક્સ કરી ઢાંકણ ઢાંકી ૨-૩ મિનિટ કૂક કરીલો, છેલ્લે તેમાં અડધા લીંબુ નો રસ ઉમેરી સર્વે કરો

Comments