મિકસ દાળ નાં પુડલા

સુનિતા વાઘેલા દ્વારા એકદમ અનોખી ગુજરાતી પુડલા ની રેસીપી 
આ પુડલા બાળકો તથા મોટા ને ખુબ ભાવે..અને પૌષ્ટિક પણ ખરાં..
સામગ્રી:-
1 વાટકી ચણાની દાળ
1 વાટકી મગ ની દાળ
1 વાટકી અડદની દાળ
2 ચમચી વાટેલું લસણ
1/2 વાટકી પીઝા સોસ
4 કયુબ ચીઝ
4 લીલાં તીખા મરચાં
1 ચમચી આદુ ની પેસ્ટ
1/2 ચમચી હળદર
1/4 ચમચી હિંગ
1/2 વાટકી તેલ શેકવા માટે
2 ચમચી સમારેલી કોથમીર
મીઠું સ્વાદ અનુસાર
1/2 વાટકી ટામેટા સોસ

રીતઃ
બધી દાળ ને છે થી સાત કલાક માટે પલાળી રાખો..
મિક્સર જાર માં બધી દાળ ને ક્રશ કરી લો.. અને પાણી ઉમેરીને ને ખીરું તૈયાર કરો.
હવે લીલાં મરચાં, આદુ, મીઠું અને હળદર અને સમારેલી કોથમીર, લસણ ની પેસ્ટ ઉમેરવી અને બધું મિક્સ કરી લો હવે એક કલાક માટે ઢાંકી દો..
એક નોનસ્ટિક તાવી માં તેલ લગાવી ને ખીરું પાથરી દો..
હવે પુડલો પલટાવી ને શેકી લો..
ઉપર પીઝા સોસ સાથે ટમેટા સોસ મિક્સ કરી ને લગાવી ને ચીઝ છીણેલું નાખી ને પુડલા ચાર ભાગ માં વાળી લો..
ઉપર ટામેટા અને ડુંગળી અને સોસ થી ગાર્નિશ કરીને સર્વ કરો.. Recipe by: Sunita Vaghela

Comments