સ્વીટ પેન કેક (ઈન્સ્ટન્ટ માલપુઆ)
આ રેસીપી હોમ સેફ નિગમ ઠક્કર એ શેર કરી છે, તમે એમની વધુ વાનગીઓ એમની યૂટ્યૂબ ચેનલ પર પણ જોઈ શકો છો.
આપણે ઘણીવાર ગુલાબજાંબુ કે રસગુલ્લા જેવી મીઠાઈ ઘરે બનાવતા હોઈએ છીએ. તો મીઠાઈ તો વપરાઈ જાય છે પણ ત્યારબાદ તેની વધેલી ચાસણી આપણે અલગ-અલગ રીતે ઉપયોગ કરીએ છીએ જેમકે સક્કરપારા, મીઠી પુરી, મીઠી ભાખરી વગેરે બનાવવા માટે. તો આજે હું ગુલાબજાંબુની વધેલી ચાસણીમાંથી સ્વીટ પેન કેક બનાવવાની સરળ રેસીપી પોસ્ટ કરું છું જે સ્વાદમાં માલપુઆ જેવા જ બનશે.
સામગ્રી -
૧ કપ - ગુલાબજાંબુની ચાસણી
૧ કપ - મેંદો
૨ ચમચી - કાજુ-બદામનો પાવડર
૧ કપ - દૂધ
ચપટી - કુકિંગ સોડા
જરુર મુજબ - પાણી
સજાવટ માટે - કાજુ-બદામનો પાવડર
રીત -
સૌ પ્રથમ ગુલાબજાંબુની ચાસણીને એક બાઉલમાં કાઢી તેમાં મેંદો, કાજુ-બદામનો પાવડર, દૂધ તથા જરૂર મુજબ પાણી ઉમેરી એકપણ ગાંઠ ન રહે તે રીતે વ્હિપ કરી લો. આ ખીરા તૈયાર કરેલા મધ્યમ પાતળા ખીરાને ૩૦ મિનિટ ઢાંકીને મૂકી રાખો. ત્યારબાદ તેમાં ચપટી સોડા અને જો પલાળ્યા પછી ખીરૂ ઘટ્ટ લાગે તો પાણી ઉમેરી આપણે ઢોંસા બનાવીએ ત્યારે જેવી ખીરાની કન્સીસ્ટન્સી રાખીએ તેવું ખીરૂ તૈયાર કરો. એક નોનસ્ટિક પેનમાં થોડું ઘી મૂકી તેને બ્રશ વડે સ્પ્રેડ કરીને પેન ગરમ કરો. ચમચા વડે તૈયાર ખીરામાંથી પેનમાં નાની સાઈઝનાં પુડલા બનાવાય તે રીતે ખીરૂ પાથરો. જો પેન મોટો હશે તો એકસાથે ૪-૫ પુડલા બનાવી શકાય છે. ગેસની ફ્લેમ ધીમી રાખવી. પુડલાની કિનારીએ થોડું ઘી મૂકો જેથી સરસ નીચેથી શેકાઈ જાય. થોડીવાર પછી પુડલાને ઉલટાવીને બીજી બાજુ શેકી લો. તૈયાર પુડલા (પેનકેક) પર કાજુ-બદામનો પાવડર ભભરાવી ગરમાગરમ સર્વ કરો.
Recipe By: Nigam Thakkar
Recipe By: Nigam Thakkar



thank you so much Virajbhai
ReplyDeleteSuperb �� perfect recipe
ReplyDeleteમસ્ત 👌👌
ReplyDelete