મેથી ની ભાજી નો ભૂકો

આ પારંપરિક રેસીપી અસ્મિતા દેસાઈ એ શેર કરી છે, અને આવી રીતે તમે ભૂકો બનવસો તો ખુબ સ્વાદિષ્ટ બનશે।

મેથી ની ભાજી નો ભૂકો

સામગ્રી: 

2 કપ મેથી ની ભાજી
1 કપ ચોખાનો લોટ
1 કપ જુવાર નો લોટ
1 કપ ઘઉં નો લોટ
3 ટેસ્પૂન આદું મરચાં ની પેસ્ટ
2 ટેસ્પૂન મીઠું
1 ચમચી હળદર
25 ગ્રામ તેલ
2 ચમચી દહી

રીત:
1. બાઉલ માં ઘઉં ચોખા અને જુવાર નો લોટ લેવો. તેમાં આદું મરચાં ની પેસ્ટ, મીઠું હળદર,દહી નાખવું. તેને બરાબર મિક્સ કરી પાણી નાખવું. થોડો લોટ હાથ થી ક્રમબલ કરી લેવું. લોટ માં પાણી થોડું ઓછું નાખવા લોટ ફક્ત મિક્સ કરી શકાઈ એટલું જ નાખવું.
2. હવે એક પેણી માં તેલ લેવું. તેલ ગરમ થાય એટ્લે મિશ્રણ ને અંદર નાખી દેવું. પછી તેલ માં મિક્સ કરી લેવું. હવે એને ઢાંકી ને ચડવા દેવું. વચે વચે હલાવતા રેહવું. લગભગ 20-25 મિનિટ સુધી થવા દેવું. હવે ઢાકણ ખોલી બરાબર હલાવી દેવું. 5-10 મિનિટ ખુલ્લુ થવા દેવું. ભૂકો થઈ જય એટ્લે એને મઠ્ઠો,અથાણું, ચોખા ની પાપડી અને રોટલા સાથે સર્વ કરવું.

Comments