આચારી દૂધીનો ભૂકો


ટ્રેડીશનલ વિસરાતી વાનગીઓ માં લાવી છું..

હોમ સેફ મેઘના સોળેકર એ એકદમ સરસ પારંપરિક રેસિપી પોસ્ટ કરી છે એમના સ્પેશિયલ ટચ સાથે। મેઘના બહેન ની યૂટ્યૂબ ચેનલ પણ છે, એના પર તમે અવનવી વાનગીઓ જોઈ શકો છો.

આચારી દૂધીનો ભૂકો 

આ વાનગી થી ખરેખર હું તદ્દન અજાણ હતી..પણ ઇન્ટરેસ્ટીંગ ...સો મે જાણી ..ને બનાવી જ કાઢી...ને આચારી ટચ આપી...હા પણ મને ખરું કહું તો ઇન્સ્ટંટ 

હાંડવા જેવો...થોડો ઘણો લાગ્યો..


1કપ ચોખા નો લોટ, 1/2 કપ ઘઉં નો લોટ, 1/2 કપ ચણા નો લોટ...( જુવાર નો લોટ પણ લઇ શકો  )
મા 2 ચમચી ક્રશ આદુ મરચા, 2 ચમચા ધાણા જીરું પાવડર, 1/2 ચમચી હળદર, 1 ચમચી મરચું પાવડર, 
સ્વાદ પ્રમાણે મીઠુ, ખાંડ, 1 ચમચી તેલ, 2 ચમચા દહી, 
2 ચમચા કોથમીર, 2 ચમચા ખાટું અથાણું કે...તેનો મસાલો....250 ગ્રામ દૂધી છીણ નાંખી...
સરસ મીક્ષ કરી...બેટર ને 5 મીનીટ રેસ્ટ આપો ...
કઢાઈ માં 3 ચમચાતેલ માં રાઇ, તલ,હીંગ, વઘાર કરી...
તૈયાર કરેલ આચારી બેટર એડ કરો...ને સરસ હલાવી..
થોડુક ક્રિસપી કરી...વચ્ચે વચ્ચે હલાવી...15 થી  2o મીનીટ મીડિયમ ફલેમ રાખી...કુક કરી તૈયાર કરી લો...
ગરમાગરમ  આચારી ભૂકો તાજા કેરી અથાણુ સાથે ઝીણી શેવ, તેલ રેડી સવઁ કરો..

Comments