મેથીનો ભૂકો
પારંપરિક મેથી ના ભુકા માં થોડા ફેરફાર સાથે એકદમ સ્વાદિષ્ટ રેસીપી શેર કરી છે કલ્પના પરમાર એ. એમની યૂટ્યૂબ ચેનલ પર પણ તમે અવનવી વાનગીઓ જોઈ શકો છો.
મેથીનો ભૂકો દક્ષિણ ગુજરાત નાં અનાવીલ પરીવારો માં બનતી આ વાનગી ખૂબ જ સ્વાદિષ્ટ હોય છે જેને મેં થોડા ફેરફાર સાથે બનાવ્યો છે અને જે બન્યા ઓછી ઠંડો કે ગરમ ખુબજ સ્વાદિષ્ટ લાગે છે ..
મેથીનો ભૂકો
2 ચમચી ઘઉંનો લોટ
2 ચમચી બેસન
2 ચમચી ચોખાનો લોટ
1 ચમચી રવો
1 કપ મેથી સમારેલી
2 ચમચી લીલાધાણા સમારેલા
1 ચમચી લીલા મરચાંની પેસ્ટ
1 ચમચી આદુ લસણ ની પેસ્ટ
1 ચમચી ખાંડ
2 ચમચી દહીં
2 ચમચી મલાઈ
1 ચમચી તેલ મોણ માટે
1 ચમચી અથાણાં નો મસાલો ( ઓપ્સનલ )
1/2 ચમચી હળદર
1 ચમચી લાલ મરચું
1/4 ચમચી હિંગ
3 ચમચી તેલ રાંધવા માટે
સ્વાદ મુજબ મીઠું
ગાર્નિશ માટે લીલાધાણા સમારેલા
સૌથી પેહલા મેથી ને સમારીને ધોઈ ને રાખી દો
એક બાવલ માં બેસન ઘઉંનો લોટ ચોખાનો લોટ રવો નાખીને મિક્સ કરી લો ત્યારબાદ એમાં મલાઈ દહીં અથાણાનો મસાલો લીલા મરચાની પેસ્ટ આદુ લસણ ની પેસ્ટ હરદર લાલ મરચું ખાંડ મીઠું તેલ હિંગ લીલાધાણા સમારેલી મેથી નાખીને મિક્સ કરી લો ત્યાર બાદ જરૂર મુજબ પાણી નાખીને પુડલા જેવું ખીરું તૈયાર કરી લો
ખીરા ને 2 મિનિટ ઢાંકીને રાખો
એક નોનસ્ટિક ની પેન માં 2 ચમચી તેલ નાખો તેલ ગરમ થાય એટલે એમાં બધું ખીરું નાખીને ઢાંકીને ધીમા તાપે 7 મિનિટ સુધી રાંધી લો
7 મિનિટ પછી પલટાવી દો પલટાવતી વખતે તૂટી જાય તો કોઈ વાંધો નહીં બીજી સાઈડ 1 ચમચી તેલ નાખી ને 7 મિનિટ સુધી ક્રિસ્પી થાય ત્યાંસુધી રાંધી લો
7 મિનિટ પછી આપણો ભૂકો સરસ ચડી ગયો હશે એને ચમચી થી ભૂકો કરી ફરી 2 મિનિટ રાંધી લો
2 મિનિટ પછી આપણો મેથીનો ભૂકો રેડી છે જેને તમે રોટલી સાથે ચા સાથે ઠંડો અને ગરમ ખાઈ શકો છો ..



Comments
Post a Comment