ખીચડી કઢી થેપલા by Asmita Desai
Thepla is typically enjoyed as a breakfast, or can be eaten for snacks with hot tea. But here I am sharing recipe of thepla as complete meal. Recipe by Asmita Desai
સામગ્રી:-
૧ કપ ખીચડી
૧/૨ કપ કઢી
૧ કપ ઘઉં નો લોટ
૧/૨ કપ ચોખા નો લોટ
૨ ચમચી તેલ મ્હોણ માટે
મીઠું સ્વસાનુસાર
૧ ચમચી આદુ લસણ ની પેસ્ટ
૧ ચમચી અથાણા ના સંભારો મસાલો
૨ ચમચી કોથમીર
રીત:-
૧. સૌપ્રથમ એક બાઉલ માં બંને લોટ લઇ એમાં તેલ નાખી એને મિક્ષ કરવું. પછી એમાં ખીચડી નાખી મિક્ષ કરવું. હવે એમાં મીઠું, અથાણા ના સંભારો મસાલો, આદુ લસણ ની પેસ્ટ, કોથમીર નાખી મિક્ષ કરવું. અને કઢી થી લોટ બાંધવો.
૨. અટામણ લઇ ને થેપલા વણવા અને બંને બાજુ બ્રાઉન થાય ત્યાં સુધી શેકી લેવું.
૩. થેપલા ને સર્વિંગ પ્લેટ માં લઇ દહીં અને કઢી સાથે સર્વ કરવું.



Comments
Post a Comment