કોર્ન પાલક પાનકી by Asmita Desai

ગુજરાતી એકદમ જૂની અને પારંપરિક પાનકી માં એક નવુજ વેરિયેશન અસ્મિતા દેસાઈ દ્વારા.

સામગ્રી:-
૧ કપ મકાઈ ના દાણા
૧ ઝુડી પાલક
૧/૪ કપ કોથમીર
૧ કપ ચોખા
૧/૨ કપ ચણા દાળ
૧/૪ કપ અડદ દાળ
૨ ચમચી દહીં
૧ ચમચી આદુ મરચા ની પેસ્ટ
૧/૨ ચમચી લસણ પેસ્ટ
૧ નંગ ઝીણો સમારેલો કાંદો
મીઠું સ્વાદાનુસાર
૧ ચમચી હળદર
ખાખર ના પાન
તેલ

રીત:-
૧. સૌપ્રથમ દાળ અને ચોખા ને ૫-૭ કલાક પલાળવું. પછી એની મિક્સર માં સ્મુધ પેસ્ટ બનાવવી.તેમાં દહીં અને તેલ નાખી ૩૦ મીનિટ રેસ્ટ આપવું.
૨. હવે એમાં છીણેલી મકાઈ અને ઝીણું સમારેલું પાલક અને કોથમીર ઉમેરવું.
૩. હવે એમાં આદુ મરચા ની પેસ્ટ, લસણ ની પેસ્ટ, કાંદો,મીઠું,હળદર નાંખી ખીરું બનાવવું.
૪. ખાખર ના પાન ને એક બાજુ તેલ થી ગ્રીઝ કરવુ. હવે એમાં ખીરું મૂકી બીજું પાન ગોઠવવું અને તાવી પર શેકી લેવું.
૫. સર્વિંગ પ્લેટ માં લઇ કોથમીર ફુદીના ચટણી સાથે સર્વ કરવું.

Comments