દર ના લાડુ by Asmita Desai

દર ના લાડુ એ અનાવિલ સમાજ ની પરંપરાગત વાનગી છે. છોકરી ના લગ્ન પ્રસંગે અને બીજા શુભ પ્રસંગે દર ના લાડુ, રવા મેંદા પુરી અને વડા ની આપ લે થાય છે. આજે હું દર ના લાડુ ની રેસીપી શેર કરું છું.
સામગ્રી:-
૫૦૦ ગ્રામ છડેલા ઘઉં નો લોટ
૫૦૦ ગ્રામ રવો
૭૫૦ ગ્રામ ઘી
૭૫૦ ગ્રામ દળેલી ખાંડ
૨૫ ગ્રામ એલચી
૫૦ ગ્રામ સાકાર ના ચોરસ ટુકડા
રીત:-
1. જાડા તળિયા વાળા વાસણ માં ઘી ગરમ કરવું. હવે એમાં ઘઉં નો લોટ અને રવો ને મિક્સ કરી ધીમે તાપે બ્રાઉન થાય ત્યાં સુધી શેકી લેવું.
2. હવે એક મોટી થાળી માં ઠરી દેવું. ૫-૬ કલાક ઠારવા મૂકવું.
3. હવે એમાં દળેલી ખાંડ મિક્સ કરી ખુબ જ ફીણવું. દર એકદમ હલ્કુ ફુલકી થઇ જાય ત્યાં સુધી મસળવું.
4. હવે એમાં એલચી અને સાકર મિક્ષ કરવું. હવે એના ગોળા લઇ ફ્લેટ કરી ચપટીયા પાડી દેવું.

Comments