રતાળું કન ના લાડુ (સ્પાઈસી) by Asmita Desai
રતાળું કન ના લાડુ એ સાઉથ ગુજરાત માં બનતી વાનગી છે. ખાસ કરી ને ગણદેવી ની આજુ બાજુ ના ગામો માં જે વાડીગામ તરીકે ઓળખાય છે. શિયાળા ની સીઝન માં રતાળું કન નો પાક સારા પ્રમાણ માં લેવાય છે અને આખા વર્ષ માટે સંગ્રહ કરવા માં આવે છે. આ લાડુ ની સાથે મઠો સર્વ કરવા માં આવે છે.
સામગ્રી:-
૫૦૦ ગ્રામ રતાળું કન
૨ ચમચી ઘી
૨ ચમચી તેલ
૨ ચમચી લીલા મરચા ની પેસ્ટ
૪-૫ ચમચી શીંગ દાણા-કોપરા નો ભૂકો
૧ ચમચી આદુ ની પેસ્ટ
૨ ચમચી ખાંડ
મીઠું સ્વાદાનુસાર
૧ ચમચી તલ
૧ ચમચી કોથમીર
રીત:-
1. રતાળું કન ને સ્ટીમ થી બાફી લેવું. તેને સ્મેશ કરી સ્મુધ પેસ્ટ બનાવવી.
2. હવે એક પેન માં ઘી+તેલ લેવું.તેમાં સ્મુધ સ્મેશ કરેલું કન ઉમેરવું. ૫ મિનિટ સાંતળવું.પછી એમાં કોથમીર, લીલા મરચા, લીલું લસણ આદુ, ખાંડ, મીઠું, શીંગ દાણા કોપરા નો ભૂકો, તલ નાખી મિક્ષ કરવું.હવે ૫ મિનિટ સાંતળવા દેવું. ત્યાર બાદ ઠંડુ કરવું.
3. હવે એમાં થી ગોળા વાળી લાડુ બનાવવા અને શીંગ દાણા તલ ના ભૂકા માં રગદોડવું
4. લાડુ ને મઠા સાથે સર્વ કરવું.



Comments
Post a Comment