પનીર લાડુ by Dharmista Anand
પનીર લાડુ
ગણપતિ બાપા ને પ્રિય લાડુ.
સામગ્રી
100 ગ્રામ પનીર
50 ગ્રામ દૂધ
50 ગ્રામ ખાંડ
50 ગ્રામ મિલ્ક પાવડર
50 ગ્રામ સુકા કોપરાનું છીણ
1 ટી સ્પૂન ઈલાયચી પાવડર
2 ચમચી ઘી
રીત.
પનીર ને છીણી લો. હવે એક પેન માં પનીર ને 2 મિનિટ ધીમા તાપે શેકી લો. અને પ્લેટ માં કાઢી લો.હવે એ જ પેન માં ઘી નાખી ઘી ગરમ થાય એટલે તેમાં દૂધ નાખો.દૂધ ઊકળે પછી તેમાં થોડો થોડો મિલ્ક પાવડર એડ કરતા જાવ અને બરાબર હલાવતા રહો.
દૂધ અને મિલ્ક પાવડર ઘટ્ટ થાય પછી તેમાં કોપરાનું છીણ એડ કરી ધિમાં તાપે થવા દો. હવે તેમાં ખાંડ એડ કરી ખાંડ ઓગળે પછી તેમાં પનીર નાખી ધીમી આંચે હલાવતા રહો હવે તેમાં ઈલાયચી પાવડર નાખી, મિશ્રણ પેન છોડે અને ઘી છૂટું પડે એવું થાય પછી ડીશ માં કાઢી ઠડું થવા દો. પછી લાડુ વાળી કોપરાની છીણ માં રગદોળી ને પિસ્તાની કતરણ થઈ સજાવો.તો રેડી છે પનીર લાડુ.



Comments
Post a Comment