બુંદી ના લાડું by Kalpana Parmar

વારતહેવારે કે શુભ પ્રસંગોમાં બૂંદીના લાડુ તો બનાવતા હોય છે ગણપતિબાપા ના પ્રિય એવા લાડુ માં એક આ લાડુ પણ છે બેસન અને ખાંડ થી બનતા આ લાડુ ખુબજ સ્વાદિષ્ટ લાગતા હોય છે .. For More Recipe From Kalpana Parmar Visit Her YouTube Channel.
ચાસણી માટે
દોઢ કપ સાકર
1 કપ પાણી
5 કેસરના તાંતણા પાણીમાં ઘોળીને
સાકર,કેસર,પાણી નાખી દોઢ તારની ચાસણી બનાવો.
બુંદી માટે-
2કપ બેસન
દોઢ કપ પાણી
1 ચમચી દેશી ઘી
1-2 ટીપા ખાવાનો કેસરી રંગ
2-3 એલચીનો પાવડર
તળવા માટે તેલ
તરબૂચ ના બીયાં
2 ચમચી બદામ ઝીણાં સમારેલા
બેસન, પાણી, ખાવાનો કેસરી રંગ, એલચી પાવડર નાખી ખીરૂં બનાવો.
કઢાઈમાં તેલ ગરમ કરી બુંદીના ઝારા વડે બુંદી પાડી તળો.
ગોલ્ડન થાય અને તેલમાં ફીણ બનવાનું બંધ થાય કે તરત બુંદીને કાઢી લો. અને ગરમ ચાસણીમાં નાખી દો.
બાકીના ખીરાની પણ બુંદી તળી ને ચાસણીમાં નાખી હલાવો.ઘી નાખો મિક્સ કરો
બુંદી ચાસણી ચુસી લે એટલે એમાં તરબૂચ ના બીયાં ને બદામ એલચી પાવડર નાખીને લાડું વાળી લો .. ઠંડા પડે ભગવાન ને ભોગ ધરાવો કે તહેવારો માં સર્વ કરો

Comments