મેથી અળસી ના લાડું by Krupa Kapadia Shah

મેથી અળસી ના લાડું
શિયાળા માં મેથીના લાડુ ખાવાં જોઈએ જેથી કરીને આખું વર્ષ શરીર ને મદદરૂપ થાય. આ લાડવા માં મૈં અળસી પણ ઉમેરી છે, જે બઉ બધી રીતે ગુણકારી છે. તથા થોડીક અલગ રીતે આ લાડવા બનાવીયા છે, જેનાં કારણે મેથીની કડવાશ ઓછી લાગે. For More Recipe From Krupa Kapadia Shah Click Here.
Ingredients
100 ગ્રામ મેથી નો પાવડર
3/4 કપ ચણાની દાળનો કકરો લોટ
1/2 કપ અડદની દાળ નો કકરો લોટ
1/4 કપ ગુંદર
1/4 કપ બદામ
1/4 કપ મગજતરી
2 મોટી ચમચી સુંઠ નો પાવડર
1 મોટી ચમચી ખસખસ
2 મોટી ચમચી અળસી
2 મોટી ચમચી બત્રીસું પાવડર
1 મોટી ચમચી એલચી પાવડર
2 મોટી ચમચી સફેદ મરી પાવડર
350 ગ્રામ ગોળ
400 ગ્રામ ઘી
Steps
બધી સામગ્રી પહેલાં એકત્ર કરી લો.
મેથી અળસી ના લાડું recipe step 1 photo
ચણાની દાળનો લોટ અને અડદની દાળ નો લોટ ને ગુલાબી રંગ નો અને સુગંધ આવે ત્યાં સુધી 4 મોટી ચમચી ઘીમાં શેકી લો.
બદામ અને મગજતરી ને મિક્સચર માં પીસીને 2 મોટી ચમચી ઘીમાં ગુલાબી રંગ નું થાય ત્યાં સુધી શેકી લો.
ગુંદરને 1 મોટી ચમચી ઘીમાં શેકીને મિક્સચર માં પીસી લેવું.
બત્રીસું પાવડર પણ થોડું 1 મોટી ચમચી ઘીમાં શેકી લો.
મેથીના પાવડર માં બાકીનું ઘી ઉમેરવું અને હાથેથી બરાબર ફીણવું. આચ્છો લીલો રંગ થાય ત્યાં સુધી ફીણવું. ઘી પીગળેલું ના હોવું જોઇએ.
બધી શેકેલી સામગ્રી ને ફીણલાં મેથીના પાવડર માં ઉમેરી દો. સુંઠ પાવડર, ખસખસ, સફેદ મરી પાવડર, અળસી, એલચી પાવડર પણ ઉમેરી લો.
બધું બરાબર મિલાવી લો અને પછી એમાં છીણેલો ગોળ ઉમેરી દો. હવે બધું બરાબર મિક્સ કરીને નાના લાડવા વાળી લો.

Comments