મોતીચુર ના લાડુ by Naina Bhojak
સામગ્રી
1..250 ગ્રામબેસન
2..200 ગ્રામ ખાંડ
3..300ml પાણી
4..2ટેબલસ્પૂન દૂધ
5..3 કલર 1 લીલો2 ઓરેન્જ 3 લાલ
6..અડધી ચમચી ઈલાયચી પાવડર
7..સૂકો મેવો (જે ગમે અને હાજર હોય એ)
8..સિલ્વર પેપર સજાવટ માટે જો હોય તો
(ચાંદી નો વરખ)
એક બાઉલ મા બેસન ને ચાળી ને લો ,
એમ એક મોટી ચમચી ઘી ઉમેરી મિક્સ કરી પાણી અને દૂધ ઉમેરી બેટર બનાવો,
બેટર ડ્રોપિંગ કૅન્સેસ્ટેન્સી નું હોવું જરૂરી છે.
હવે 5 મિનિટ રેસ્ટ આપો પછે એક પાન માં ઘી મૂકી મિડિયમ તાપે ગરમ થવા દો..હવે બેટર માં થી ત્રણ ભાગ એક સરખા કરી એ દરેક માં ત્રણેય કલર ઉમેરી અલગ અલગ બેટર રેડી કરો..
હવે રેડી છે ત્રણ કલર નું બેટર લાલ /લીલો/ઓરેન્જ.
હવે એક તપેલી કે કઢાઈ માં ખાંડ લઈ ખાંડ ડૂબે એટલું પાણી રેડી એક તાર ની ચાસણી બનાવો
હવે અલગ અલગ બેટર માં થી ત્રણેય કલર ની બુંદી ને ઝારા વડે કઢાઈ માં પાડો..પછી તળીલો..
આવી રીતે બધી બુંદી પાડી ને તળી લો
હવે તળેલી બુંદી ને મિક્સચર માં હલકી પીસી લો બહુ પીસવા ની નથી.
હવે બુંદી માં થી આપણને મોતીચુર જેવું ટેક્સચર મળશે એને ચાસણી માં ડીપ કરો 5 મિનિટ રાખી પછી એમ ઈલાયચી ભેળવી લાડુ બનાવો
હવે લાડુ પર સૂકો મેવો ની કતરણ અને ચાંદી નો વરખ લગાડી થોડો ઠંડો થવા દઈ મોતીચુર ના લાડુ નો સ્વાદ માણો.
આ લાડુ હવે વિસરાઈ ગયા 6 ઘરે કોઈ બનાવતું નથી પ્રસંગે પણ બારથી જ લાવવા નો આગ્રહ રાખે છે જો આપણી વિસરાતી વાનગી ઓ આમ જ આપણે બનાવી એ તો ચોક્કસ આવનારી પેઢી એના થી અજાણ ના રહે..
Hope you like my post.
Happy cooking
Naina bhojak.



Wowwww thnx a lot virah naik ji
ReplyDelete