પાનકી by Sunita Vaghela
આજે પાનકી ની એકદમ સરળ રીત હું તમારી સાથે શેર કરૂં છું..એ પરંપરાગત કેળ નાં પાન માં જ બનાવી છે..
* સામગ્રી:-
* 1 વાટકી ચોખા નો લોટ
* 2 ચમચી અડદ નો લોટ
* 2 ચમચી ચણાનો લોટ
* 4 કેળ ના પાન
* 1 ચમચી જીરૂ વાટેલું
* 1 ચમચી આદુ છીણેલું
* 1 ચમચી લીલા મરચા વાટેલા
* 4 ચમચી દહીં
* 2 ચમચી તેલ
* 1/2 ચમચી હળદર
* મીઠું સ્વાદ અનુસાર
* ટામેટા નો સોસ
* લીલી ચટણી
* એક બાઉલમાં બધાં લોટ લઈ ને તેમા તેલ, મીઠું અને હળદર, જીરું અને આદુ અને મરચા વાટેલા નાખી ને દહીં નાખીને બધું જ, કોથમીર નાખીને સરસ મિક્સ કરી લો.. જરૂર મુજબ પાણી ઉમેરીને ખીરૂ તૈયાર કરી લો
* હવે દસ મિનિટ માટે ઢાંકીને મૂકી રાખો..
* હવે એક નોનસ્ટિક પેનમાં કેળ ના પાન ને તેલ લગાવી ને ખીરું પાથરી દો..
* હવે એના પર બીજું પાન મુકી ને ઉપર થી દાબી લો..
* એકબાજુ ચડી જાય એટલે તેને પલટાવી લો અને પછી શેકી લો....
*શેકાઈ જાય એટલે તેને પાન હટાવી કેળ ના પાન પર જ ચટણી સાથે સર્વ કરો...



Comments
Post a Comment