કાટલાં નાં લાડું by Sunita Vaghela
આ લાડુ શિયાળામાં ખાવાથી શરીર ને ખુબ પોષણ મળે છે અને પ્રસુતિ પછી સ્ત્રી ઓ ને ખવડાવવાથી તેમને શરીરમાં ખુબ તાકાત મળે છે..આ લાડુ ને વસાણાં નાં લાડું પણ કહેવામાં આવે છે..આ મેં શિયાળામાં બનાવેલ.. એટલે મારી પાસે ફોટા જેટલા છે એ જ મુકું છું..
સામગ્રી:-
*1.1/5કિ.ગ્રા.ઘી
* 100ગ્રામ મેથી
* 100 ગ્રામ અડદનો લોટ
* 250 ગ્રામ કોપરાનું ખમણ
* 250 ગ્રામ ગુંદર
* 100 ગ્રામ ખારેક પાવડર
* 1 જાયફળ
* 50 ગ્રામ ખસખસ
* 100 ગ્રામ સુંઠ પાવડર
* 100 ગ્રામ ગંઠોડા પાવડર
* 100 ગ્રામ કાટલાં પાવડર (બત્રીસુ)
* 50 ગ્રામ કાજુ
* 50 ગ્રામ બદામ
* 250 ગ્રામ સાકર નો ભુક્કો
* 750 ગ્રામ ગોળ
*મેથી નો પાવડર ઘી નાખીને બરાબર હલાવી લો અને એમાં મેથી પાવડર ઘીમાં બરાબર ડુબી જાય એટલે તે ડબ્બામાં ભરી ને ઢાંકણ ઢાંકી ને દસ દિવસ માટે મુકી રાખો..આ રીતે મેથી ને આથી લેવાની..
*એક કડાઈમાં ઘી ગરમ મૂકી તેમાં ગુંદર તળી લો..અને ગુંદર ખાંડી ને ભુક્કો કરી લેવો..
*હવે આજ ઘી વાળી કડાઈમાં ઘઉં નો લોટ શેકી લો.. પછી તેમાં જ અડદનો લોટ નાખી ને શેકી લો.. હવે આથેલી મેથી ઉમેરો અને બરાબર મિક્ષ કરી લો..
* હવે સુઠ અને ગંઠોડા, કાટલાં નો પાવડર નાખી ને બરાબર મિક્ષ કરી લો.
*હવે કોપરાનું ખમણ, ખસખસ, જાયફળ, કાજુ અને બદામ ની કતરણ નાખી ને સાકર નો ભુક્કો નાખી ને બરાબર મિક્ષ કરી લો..
*હવે ગેસ ચાલુ કરી એક કડાઈમાં ત્રણ ચમચી ઘી નાખીને એમાં ગોળ નો ભુક્કો કરી નાખી ને બરાબર ગોળ પીગળી જાય એટલે ઉતારી લેવું અને બધું મિક્સ કરી લો..
* હવે ફટાફટ લાડું બનાવી લો..



Comments
Post a Comment