મકાઈ ની વેડમી by Dipti Naik



સામગ્રી ::
લીલી મકાઈ  - 1 કિલો 
ખાંડ - 60 -70 ગ્રામ 
ઘી  - 2 tbs
કોપરા નું ખમણ - 1 tbs
એલચી પાવડર - 1 tsp 
ખસખસ -1 tsp
ઘઉં નો લોટ - 1 વાટકી 
તેલ (મોવાણ માટે ) - 1 tsp
રીત ::

1. મકાઈ ને  છોલી ને છીણી વડે છીણી  લો. 
  2. એક કડાઈ માં ઘી લઇ  તેમાં મકાઈ નું છીણ નાખી  5 મિનિટ શેકી લો. 
3. હવે તેમાં ખાંડ ઉમેરો 
4. ખાંડ નું પાણી બળી જાય એટલે એમાં એલચી પાવડર, કોપરા નું ખમણ, ખસખસ નાખી બરાબર મિક્સ કરી લો, ગેસ પર થી ઉતારી  મિશ્રણ ને ઠંડુ થવા દો. 
5. એક બાઉલ માં ઘઉં નો લોટ લઇ તેમાં મોણ નાખી રોટલી જેવો લોટ બાંધવો. ( 10 મિનિટ માટે લોટ ને ઢાંકી ને મૂકી રાખવો.
6.હવે લોટ માંથી લુવો લઇ તેમાં પુરણ  ભરી લુવો બનાવી લો. 
7.હવે અટામણ લઇ વણી લો, 
8.હવે ધીમા તાપે બંને બાજુ ઘી લગાવી શેકી લો 
9.એક વાટકી માં ઘી લઇ ને  સર્વ કરો.

Comments