બટાકા ની વેઢમી By Radhika Trivedi
આ બટાકા ની ગળી વેઢમી મારી મમ્મી મારા માટે બનાવતી, હું નાની હતી ત્યારે મને દાળ ની વેઢમી નહોતી ભાવતી, એક દિવસ મમ્મી એ બટાકા નો શીરો બનાવ્યો તો, મે કહ્યુ આપણે આને વેઢમી ની જેમ જ ભરી ને બનાવીએ તો કેવું લાગે??? અને મમ્મી એ ટ્રાય કર્યો , અને ખરેખર ખૂબ જ મસ્ત બની એ દિવસ થી ઘર માં બધા માટે દાળ ની વેઢમી બને અને મારા માટે બટાકા ની વેઢમી..
૨ બાફેલા બટાકા નો માવો
૧/૩ કપ ખાંડ
૨ ચમચી ખસ ખસ
૨ ચમચી ઘી
૧/૨ કપ ઘઉં નો લોટ
૧ ચમચી તેલ
પાણી જરૂર મુજબ
1) પેહલા લોટ લઈ, તેલ નું મોણ એડ કરી મિક્સ કરી જરૂર મુજબ પાણી ઉમેરીને રોટલી નો લોટ બાંધો..એક કડાઈ માં ઘી લઈ બટાકા નો માવો, ખાંડ ઉમેરી મિશ્રણ ઘટ્ટ થાય ત્યાં સુધી હલાવતા રહેવું..ખસ ખસ એડ કરી મિક્સ કરી ગેસ બંધ કરવો.
2) લોટ માંથી લુવા કરી, રોટલી વણી વચ્ચે બનાવેલ મિશ્રણ ભરી સિલ કરી પાતળું કે જાડું નહિ એવું પરાઠા વણી લો..પેન પર ઘી મૂકી શેકી લો, વચ્ચે સ્ટાર કુકી કટર થી કટ કરી ઘી લગાવી સર્વ કરો.
- પૂરણ માં તમે ઈલાયચી પાવડર અને ડ્રાય ફ્રુટ નો પાવડર પણ ઉમેરી શકો છો..



Thank you so much viraj bhai🙏
ReplyDelete