પુરણપોળી by Sunita Vaghela
વેઢમી (પુરણપોળી)
ગુજરાતી લોકો ખાવાનાં ખુબ શોખીન હું આમાં ખાંડ નેં બદલે ગોળ નાખી ને અને આ ટ્રેડિશનલ વાનગી માં તુવેરની દાળ સાથે બીજા મસાલા ઉમેરીને પુરણ પોળી બનાવું છું .જે ખુબ જ સરસ લાગે છે.. બહાર હોટલમાં, અને પ્રસંગો માં બનતી નાની પુરણપોળી બનાવી છે
સામગ્રી:-
* 1 વાટકી તુવેરની દાળ
* 1 વાટકી ગોળ
* 1 વાટકી ઘી
* 2 ચમચી વરિયાળી
* 1 ચમચી ખસખસ
* 5 ઈલાયચી
* 5 લવિંગ
* 1 મોટો ટુકડો તજ
* 1/2 વાટકી કોપરાનું ખમણ
* 2 વાટકી ઘઉં નો લોટ
* 2 ચમચી તેલ મોણ માટે
* 1 ચપટી મીઠું
રીતઃ
* તુવેરની દાળ ને પાણી ઉમેરીને કુકરમાં બાફી લો.. પાણી નિતારી લો..
* હવે એક કડાઈમાં ઘી મૂકી તેમાં તુવેરની દાળ ને શેકી લો..
* તેમાં ગોળ સમારીને ઉમેરો.. હવે ગોળ નું પાણી બળી જાય ત્યાં સુધી હલાવતા રહો..
*એક મિક્સર જાર માં તજ, લવિંગ, ઈલાયચી, વરિયાળી નો ભુક્કો કરી લેવો..આ બધો ભુક્કો, ખસખસ તેમાં નાખી ને બરાબર મિક્ષ કરી લો..
કોપરાનું ખમણ નાખી ને બરાબર હલાવી ડીશ માં કાઢી ને ઠંડું થવા દો..
* ઘઉં નો લોટ એક બાઉલમાં કાઢી લો અને તેમાં તેલ નું મોણ નાખી ને પાણી ઉમેરીને લોટ બાંધી લો..દસ મિનિટ માટે ઢાંકીને મૂકી રાખો..
* લોટ માં થી નાના લુઆ પાડી ને હાથ થી વાટકી જેવું બનાવી લો.. તેમાં પુરણ ભરી ને ગોળ વાળીને રાખો.
* હવે આંગળીઓ ની મદદથી વણી લો.નાની પુરણપોળી જ બનાવવા ની છે...પુરી તળવા માટે વપરાતા જારા પર મૂકી હળવેથી દાબી ને ડીઝાઈન ઉપસાવી લો..
* એક નોનસ્ટિક તાવી માં ઘી લગાવી લો અને તેમાં ધીરે તાપે શેકી લો.. ઘીમાં ડુબાડી ને પીરસો..



Comments
Post a Comment